મનિષા સુર્યવંશી/વ્યારા : વાલોડ તાલુકાનાં વેડછી ગામે વિદેશી દારૂનું વેચાણ કરતી એક મહિલા પોલીસ રેડમાં ઝડપાતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, વાલોડ પોલીસ સ્ટાફનાં માણસો રવિવારે મોડી સાંજે ખાનગી વાહનમાં બેસી બીટ વિસ્તારમાં પ્રોહી. અંગેની રેડમાં નીકળ્યા હતા.
તે દરમિયાન ખાનગી રહે બાતમી મળી હતી કે, વેડછી ગામનાં નવા ફળિયામાં રહેતી એક મહિલા પોતાના ઘરે ઈંગ્લીશ દારૂનું વેચાણ કરે છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમી વાળી જગ્યા ઉપર પહોંચી રેડ કરતા ત્યાં એક મહિલા હાજર મળી આવ્યા હતા. જોકે પોલીસે મહિલાનું નામ પૂછતા તેણે પોતાનું નામ, ઉર્મિલાબેન છીતુભાઈ ચૌધરી (રહે.વેડછી ગામ, નવું ફળિયું, વાલોડ)ના હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે મહિલાને સાથે રાખી ઘરમાં તથા ઘરની આજુબાજુમાં તપાસ કરતા ઘરની સામે આવેલ પજારીમાં એક કાપડની થેલીમાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ 24 નંગ બોટલો મળી આવી હતી. બનાવ અંગે પોલીસ કર્મચારી સંજયભાઈ ગામીતની ફરિયાદનાં આધારે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500