મનિષા સુર્યવંશી/વ્યારા : વ્યારા નગર માંથી દારૂનું વેચાણ કરતી એક મહિલા પોલીસ રેડમાં ઝડપાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વ્યારા પોલીસ સ્ટાફનાં માણસો મંગળવારનાં રોજ સાંજે ખાનગી વાહનમાં બેસી વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, વ્યારા ટાઉન વિસ્તારનાં સ્મશાન ભૂમિ પાસે રહેતી એક મહિલા પોતાના ઘરે ઈંગ્લીશ દારૂનું ગેરકાયદેસર વેચાણ કરે છે જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો જગ્યાએ પર જઈ રેડ કરતા ત્યાં આગળ એક મહિલા હાજર મળી આવી હતી.
જોકે, પોલીસે હાજર મહિલાનું નામ પૂછતા તેણે પોતાનું નામ, ગીતાબેન રમેશભાઈ ગામીત (રહે.સ્મશાન ભૂમિ પાસે, વ્યારા)ના હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે મહિલાને સાથે રાખી ઘરમાં તથા ઘરની પાછળ આવેલ પજારીનાં ભાગે એક કાપડની થેલીમાંથી વગર પાસ પરમિટે ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી. બનાવ અંગે પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500