મનિષા સુર્યવંશી/વ્યારા : વાલોડનાં તાલુકાનાં દેગામા ગામે દારૂનું વેચાણ કરતી એક મહિલાને વાલોડ પોલીસ રેડમાં ઝડપાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વાલોડ પોલીસ સ્ટાફનાં માણસો શનિવારનાં રોજ મોડી સાંજે ખાનગી વાહનમાં બેસી બીટ વિસ્તારમાં પ્રોહી. પેટ્રોલીગમાં હતા.
તે દરમિયાન ફરતા ફરતા દેગામા ગામનાં વચલું ફળિયામાં આવતાં ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક મહિલા પોતાના ઘરે દેશી દારૂનું ચોરી છુપીથી વેચાણ કરે છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો સ્થળ ઉપર જઈ રેડ કરતા ત્યાં આગળ એક મહિલા હાજર મળી આવી હતી.
જોકે, પોલીસે હાજર મહિલાનું નામ પૂછતા તેણે પોતાનું નામ, જાગૃતિબેન નવીનભાઈ કોંકણી (રહે. દેગામા ગામ, વચલું ફળિયું, વાલોડ)ના હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે મહિલાને સાથે ઘરમાં તથા ઘરની આજુબાજુમાં તપાસ કરતા ઘરની પજારીનાં ભાગેથી એક પ્લાસ્ટીકનાં કેનમાંથી વગર પાસ પરમીટે દેશી દારૂની બોટલો મળી આવી હતી. બનાવ અંગે પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500