Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલવણનાં બેડારાયપુરા ગામે ઈંગ્લીશ દારૂનું વેચાણ કરતી મહિલા ઝડપાઈ

  • November 28, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : ડોલવણનાં બેડારાયપુરા ગામેથી એક મહિલાને ચોરી છુપીથી દારૂનું વેચાણ કરતા પોલીસે બાતમીનાં આધારે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી પોલીસ સ્ટાફનાં માણસો રવિવારના રોજ બપોરનાં સમયે સરકારી વાહનમાં બેસી ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં નીકળ્યા હતા.



તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, બેડારાયપુરા ગામે પથ્થર ફળિયામાં રહેતી એક મહિલા પોતાના ઘરે ચોરી છુપીથી ઈંગ્લીશ દારૂનો ધંધો કરે છે. જે બાતમીનાં આધારી પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાળી જગ્યા ઉપર જઈ રેડ કરતા એક મહિલા હાજર મળી આવતાં પોલીસે મહિલાનું નામ પૂછતા તેને પોતાનું નામ, જયાબેન નરેશભાઈ ઢોડિયા પટેલ (રહે.બેડારાયપુરા ગામ, પથ્થર ફળિયું, ડોલવણ) હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે મહિલાને સાથે રાખી ઘરમાં તથા ઘરની પાછળ આવેલ પજારીમાં તપાસ કરતા એક કાપડની થેલીમાંથી ઈંગ્લીશ દારૂની કુલ 14 નંગ બોટલો મળી આવી હતી. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application