Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Tapi : પ્રોહી. ગુનાનો નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઝડપાતા કાર્યવાહી કરાઈ

  • November 14, 2022 

પોલીસ અધિકક્ષ જિલ્લા તાપી નાઓએ તાપી જિલ્લામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા ડ્રાઈવનું આયોજન કરેલ હોય જે આધારે પી.આઈ. એલ.સી.બી. તાપી નાઓના માર્ગદર્શન હેઠળ તથા પેરોલ ફ્લોર સ્કોડનાં માણસો સાથે ખાનગી વાહનોમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશનનાં વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે, સોનગઢ પોલીસ સ્ટેશનનો પ્રોહી. ગુનાનો નાસતો ફરતો આરોપી હરેશ ઉર્ફે મુન્નો નશાભાઈ ચૌધરી (રહે. ખુશાલપુરા ગામ, તા.વ્યારા જિ.તાપી) નાનો સોનગઢ નવા આર.ટી.ઓ. પાસે ગ્રે-કલરની ટીશર્ટ તથા બ્લુ કલરનું નાઇટ પેન્ટ પેરેલ છે અને કાળા કલરનાં ચપ્પલ પહેરી ઉભેલ છે.

જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફના આજરોજ સોનગઢ નવા આર.ટી.ઓ. પાસે આવતા ઉપરોક્ત વર્ણનવાળો ઈસમ ઉભેલ હોય સદર ઈસમને આયોજન પૂર્વક કોર્ડન કરી રોકી રોડની સાઈડમાં લાવી તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, હરેશભાઈ ઉર્ફે મુન્નો નશાભાઈ ચૌધરી (ઉ.વ.40, રહે.ખુશાલપુરા ગામ, બંગલી ફળિયું, તા.વ્યારા)નાં હોવાનું જણાવેલ હતું અને પોલીસે વધુ પૂછપરછ કરતા તેણે ઉપરોક્ત ગુનામાં પોતાની ધરપકડ ટાળવા સારૂ નાસતો ફરતો હોવાની કબુલાત કરતા પોલીસે આરોપી વિરુદ્ધ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application