Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Songadh : ઓટા ગામનાં માર્ગ પરથી ગેરકાયદેસર રીતે પશુઓ ભરી લઇ જતો ટેમ્પો પકડાયો

  • July 05, 2022 

સોનગઢનાં ઓટા ગામના મેઈન રોડ ઉપરથી એક આઈશર ટેમ્પો માંથી 11 ભેંસને ઉગારી લેવામાં આવી  હતી. જોકે ટેમ્પો ચાલક સહિતના આરોપીઓ નાશી છુટ્યા હતા. મળતી માહિતી મુજબ તાપી જિલ્લાની સરહદને અડીને આવેલ મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર રોડથી સાક્રી તરફ જતો સોનગઢ તાલુકાના ઓટા ગામના મેઈન રોડ ઉપરથી રવિવાર નારોજ એક મેટાલીક કલરનો આઈશર ટેમ્પો નંબર જીજે/૨૬/ટી/૭૭૫૭ને પોલીસએ ઝડપી પાડ્યો હતો.





આઈશર ટેમ્પોમાં તપાસ કરતા તેમાંથી પાણી કે ચારાની સગવડ વિના ખીચોખીચ હાલતમાં ટુકી દોરી વડે બાંધેલી ૧૧ ભેંસો મળી આવી હતી. જોકે ટેમ્પો ચાલક સહિતના આરોપીઓ નાશી છુટ્યા હતા. આ બનાવમાં પોલીસ કોન્સ્ટેબલ યોગેશભાઈની ફરિયાદના આધારે ૧૧ ભેંસો કુલ રૂપિયા ૫,૫૦,૦૦૦/તથા આઈશર ટેમ્પો કિંમત રૂપિયા ૫,૦૦,૦૦૦/ મળી કુલ રૂપિયા ૧૦,૫૦,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application