Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખેતરમાંથી વિદેશી દારૂનાં જથ્થા બુટલેગર ઝડપાયો

  • June 30, 2022 

સોનગઢ તાલુકાનાં ટોકરવા ગામે રહેતો એક બુટલેગરનાં શેરડીનાં ખેતરમાંથી પોલીસે રૂપિયા 39,000/-ની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સોનગઢ તાલુકાનાં ટોકરવા ગામે મિસ્ત્રી ફળિયામાં રહેતો સુનિલ ઉર્ફે ડેડીયો દશરથ ભાઇ ગામીત પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી પોલીસને મળી હતી.




જે બાતમીનાં આધારે મંગળવારનાં રોજ બપોરનાં સમયે પોલીસ ટીમે બુટલેગરનાં ઘરે રેડ કરી હતી. જે દરમિયાન ઘરમાંથી વિદેશી દારૂ મળી આવ્યો ન હતો. પરંતુ વધુ તપાસ કરતાં તેના ઘરના પાછળ આશરે 200 મિટર પર આવેલા શેરડીનાં ઉભા પાક વાળા ખેતરમાંથી પાસ પરમિટ વિનાની ભારતીય બનાવટની વિદેશી દારૂની 686 બોટલ મળી આવી હતી.




જેની કિંમત રૂપિયા 39,000/- હતી. બનાવ અંગે સુનિલ ગામીત સામે પ્રોહીબિશન એક્ટના ભંગ બદલ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી તેની અટક કરવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application