Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કુકરમુંડાનાં ઊંઝા ગામે નજીવી બાબતે બોલાચાલી થતાં ત્રણ જણા સામે પોલીસ ફરિયાદ

  • June 20, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : કુકરમુંડાનાં ઊંઝા ગામે રહેતા મહાદુભાઈ દામજીભાઈ પાડવી, બલિરામભાઈ મહાદુભાઇ પાડવી અને રવિન્દ્રભાઈ લીલાભાઈ પાડવી નાઓએ તારીખ 16/06/2023નાં રોજ રસ્તા બાબતે બોલા ચાલી થતાં જેઓનું મન દુઃખ થયું હતું. જેનું રીશ રાખીને તારીખ 17/06/2023નાં રોજ ફરિયાદી જીતેન્દ્રભાઈ જુરાભાઈ વળવી (રહે.ઉમઝા ગામ, કુકરમુંડા)ને લાકડીનાં ઉપરાછપરી સપાટોઓ મારી જમણા હાથનાં ખભાનાં ભાગે તથા જમણા ગાલ ઉપર સામાન્ય ઇજા પહોંચાડેલ હતી.


તેમજ દિગબરભાઈને ડાબા હાથનાં અંગૂઠાનાં ભાગે સામાન્ય ઇજા પહોંચાડેલ હતી અને કાંતિલાલભાઈને હાથ વડે માર મારેલ હતો. તેમજ મહાદુભાઈ પાડવી, બલિરામભાઈ પાડવી અને રવિન્દ્રભાઈ પાડવી નાઓએ જીતેન્દ્રભાઈ વળવીને નાલાયક ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે જીતેન્દ્રભાઈ વળવી નાંએ મહાદુભાઈ પાડવી, બલિરામભાઈ પાડવી અને રવિન્દ્રભાઈ પાડવી વિરુદ્ધ નિઝર પોલીસ મથકે ગુનો નોંધવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application