મનિષા સુર્યવંશી/વ્યારા : વાલોડ તાલુકાનાં એક ગામમાં રહેતી સગીરવયની દીકરીને ગામમાં જ રહેતા એક યુવકે લગ્ન કરવાની લોભમણી લાલચ આપી અપહરણ કરી લઇ ગયો હોવાની પરિવારે પોલીસ ફરિયાદ નોંધાતા વાલોડ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, વાલોડ તાલુકાનાં એક ગામનાં વિસ્તારમાં રહેતી સગીરવયની દીકરીને તા.૦૩/૧૨/૨૦૨૨ કલાક ૦૬/૩૦થી કલાક ૦૯/૦૦ દરમ્યાન હરકોઇ વખતે આરોપી અનિલભાઇ મનોજભાઇ ઠાકુર આશરે (ઉ.વ.૨૨ રહે,બાજીપુરા તા.વાલોડ જી.તાપી) નાએ સગીર વયની દિકરીને ફરિયાદીના કાયાદેસરના વાલીપણામાંથી લગ્નકરવાની લોભ લાલચ આપી અપહરણ કરી લઇ જતા દીકરીના પરિવારજનોએ આરોપી અનિલભાઇ ઠાકુર વિરુદ્ધ તા.૧૦/૧૨/૨૦૨૨નાં રોજ ફરિયાદ નોંધાવતા વાલોડ પોલીસે આગળની તપાસ હાથ ધરી આરોપી શખ્સને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application