મનિષા સુર્યવંશી/વ્યારા : વ્યારા તાલુકાનાં માયપુર ગામેથી ગેરકાયદેસર દારૂનું વેચાણ કરતો એક ઈસમ ઝડપાતા પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલસીબી પોલીસ સ્ટાફનાં માણસો ગુરૂવારનાં રોજ બપોરે ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીગમાં નીકળ્યા હતા.
તે દરમિયાન ફરતા ફરતા માયપુર ગામનાં દવાખાના ફળિયા પાસે આવતાં ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક ઈસમ પોતાના ઘરમાં ઈંગ્લીશ દારૂનું ગેરકાદેસર વેચાણ કરે છે. જે બાતમીનાં આધારે પોલીસે સ્થળ ઉપર જઈ રેડ કરતા એક ઈસમ હાજર મળી આવ્યો હતો. જોકે પોલીસે ઈસમનું નામ પૂછતા તેણે પોતાનું નામ સુનીલભાઈ શંકરભાઈ ગામીત (રહે.માયપુર ગામ, દવાખાનું ફળિયું, વ્યારા)ના હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે ઈસમને સાથે રાખી ઘરમાં તપાસ કરતા એક કાપડની થેલીમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની કુલ 62 નંગ બાટલીઓ મળી આવી હતી જેની કિંમત રૂપિયા 3100/- હતી. બનાવ અંગે પોલીસ કર્મચારી રોનકકુમાર ગામીતની ફરિયાદનાં આધારે સુનીલ ગામીત વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500