મનિષા સુર્યવંશી/વ્યારા : સોનગઢનાં નવા આર.ટી.ઓ. ચેક પોસ્ટ પાસેના જાહેર રોડ ઉપરથી વિદેશી દારૂનાં મુદ્દામાલ સાથે એક ઈસમને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલસીબી પોલીસ સ્ટાફનાં માણસો ગુરુવારનાં રોજ સવારે ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઉચ્છલ તરફથી એક ઈસમ એક ઈસમ બાઈકનાં સીટ નીચે તથા પેટ્રોલ ટાંકીમાં ચોરખાનું બનાવી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બાટલીઓ ભરી નીકળનાર છે.
જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો સોનગઢનાં નવા આર.ટી.ઓ. ચેક પોસ્ટ પાસેના જાહેર રોડ ઉપર વોચમાં ઉભા હતા. તે દરમિયાન બાતમીવાળી બાઈક નંબર GJ/19/J/7562 આવતાં જોઈ પોલીસે ઈસમને લાકડીનો ઈશારે બાઈકને ઉભી રખાવી હતી અને પછી પોલીસે ઈસમનું નામ પૂછતા તેને પોતાનું નામ મહેશભાઈ છગનભાઈ પટેલ (ઉ.વ.49, રહે. વેગી ફળિયું, વ્યારા)ના હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે બાઈકની સીટ ખોલી જોતા સીટની નીચે તથા પેટ્રોલ ટાંકીની અંદર ચોર ખાનામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 90 બોટલો મળી આવી હતી. આમ, પોલીસે બાઈક જેની કિંમત રૂપિયા 15,000/- અને દારૂની કુલ 90 બોટલો જેની કિંમત રૂપિયા 5,100/- મળી કુલ રૂપિયા 21,100/-નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500