Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : બાઈક ઉપર દારૂનું વહન કરતો ઈસમ ઝડપાયો

  • October 04, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : સોનગઢ નગરનાં LK રોડ હનુમાન મંદિર પરોઠા હાઉસ રોડ ઉપર જાહેરમાં મોપેડ બાઈક ઉપર એક ઈસમને વિદેશી દારૂનું વહન કરતા ઝડપી પાડતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસો રવિવારનાં રોજ સવારે ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન ખાનગી રહે બાતમી મળી હતી કે, સોનગઢ LK રોડ હનુમાન મંદિર પરોઠા હાઉસમાંથી એક મોપેડ બાઈક ઉપર એક ઈસમ ભારતીય બનાવટનો વિદેશી દારૂની બાટલીઓ ભરી નીકળનાર છે.




જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો સોનગઢ પરોઠા હાઉસ ખાતે વોચમાં ગોઠવાયા હતા. તે દરમિયાન લક્કડકોટ ગામ તરફથી બાતમીવાળી નંબર વગરની મોપેડ બાઈક આવતાં જોઈ બાઈક ચાલકને ઉભો રખાવ્યો હતો. જોકે પોલીસે બાઈક ચાલકનું નામ પૂછતા તેને પોતાનું નામ ગિનેશભાઈ જાતરીયાભાઈ ગામીત (રહે.ચીખલી, ભેંસરોટ ગામ, ગામઠાણ ફળિયું, સોનગઢ)નાં હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ પોલીસે મોપેડના આગળના ભાગે એક કાપડની થેલીમાં તથા પ્લાસ્ટિકની કોથળીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ 96 બોટલો મળી આવી હતી.




આમ પોલીસે નંબર વગરની મોપેડ બાઈક, 1 નંગ મોબાઈલ તેમજ ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી કુલ રૂપિયા 37,800/-નો મુદામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી રાજેશભાઈ ગામીતની ફરિયાદનાં આધારે ગિનેશ ગામીત વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application