મનિષા સુર્યવંશી/વ્યારા : સોનગઢનાં ગાલખાડી ગામે વગર પાસ પરમીટે ઘરમાંથી ઈંગ્લીશ દારૂનાં મુદ્દામાલ સાથે ઈસમને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસો ગુરુવારનાં રોજ સાંજે ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ગાલખાડી ગામનાં ડુંગરી ફળિયામાં એક ઈસમ પોતાના ઘરે ચોરી છુપીથી દારૂનું વેચાણ કરે છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો સ્થળ ઉપર જઈ રેડ કરતા એક એક ઈસમ હાજર મળી આવતાં પોલીસે તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, કરણભાઈ રાજેશભાઈ ગામીત (રહે.ગાલખાડી ગામ, ડુંગરી ફળિયું, સોનગઢ)ના હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે ઈસમને સાથે રાખી ઘરમાં તપાસ કરતા એક કાપડની થેલીમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની બોટલો મળી અવી હતી. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે કરણ ગામીત વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500