મનિષા સુર્યવંશી/વ્યારા : કુકરમુંડા ગામે આર્થિક ફાયદા માટે કેટલાક ઈસમોને મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકો ઉપર જુગાર રમાડનાર ઈસમ પોલીસ રેડમાં ઝડપાતા કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ સ્ટેશન સ્ટાફનાં ખાનગી વાહનમાં બેસી સોમવારે સાંજે ખાનગી વાહનમાં બેસી પ્રોહી. તથા જુગાર અંગેની રેડમાં નીકળ્યા હતા.
તે દરમિયાન ફરતા ફરતા કુકરમુંડા ગામે, ગ્રામ પંચાયતનાં પાછલનાં ભાગે આવતાં ત્યાં જાહેરમાં કેટલાક ઈસમો કઈક આપ-લે કરતા હોવાની શંકા જતાં પોલીસ સ્થળ ઉપર રેડ કરી તેઓની પકડવા જતા કેટલાક ઈસમો ભાગી છૂટ્યા હતા. જોકે જમીન ઉપર બેસેલ એક ઈસમ ઝડપાઈ ગયો હતો.
ત્યારબાદ પોલીસે તેનું નામ પૂછતા તેને પોતાનું નામ, ઈશ્વરભાઈ ઓમકારભાઈ પાડવી (રહે.કુકરમુંડા)ના હોવાનું જણાવ્યું હતું. તેમજ ઈશ્વરભાઈ પાસેથી પોલીસે મિલન બજારથી નીકળતા આંકો લખેલ કાગળની કાપલી, કાર્બન પેપર, બોલપેન તથા જુદા જુદા દરની ચલણી નોટો મળી આવી હતી. બનાવ અંગે પોલીસ કર્મચારી બલવીરદાન ગઢવીની ફરિયાદનાં આધારે ઈશ્વર પાડવી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500