મનિષા સુર્યવંશી/વ્યારા : વ્યારા તાલુકાનાં ડોલારા ગામનાં બસ સ્ટેશન નજીક ત્રણ રસ્તા પાસે રોડની બાજુમાં આવેલ દુકાન આગળથી જુગાર રમાડનાર એક ઈસમ પોલીસ રેડમાં ઝડપાતા કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, વ્યારા પોલીસ સ્ટાફનાં માણસો ગુરૂવારે મોડી સાંજે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. અને જુગાર અંગેની રેડમાં નીકળ્યા હતા.
તે દરમિયાન ફરતા ફરતા સરૈયા ગામે આવતાં ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ડોલારા ગામે બસ સ્ટેશન નજીક ત્રણ રસ્તા પાસે રોડની બાજુમાં આવેલ દુકાન આગળ એક ઈસમ જાહેરમાં વરલી મટકાનો આંકનો હાર જીતનો જુગાર રમાડે છે.
જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમી વાળી જગ્યાએ પહોચતા ત્યાં દુકાન આગળ એક ઈસમ બેસીને કઈક લખતો હોય તેમજ તેની પાસે કેટલાક ઈસમો ઉભા રહી કઈક આપ-લે કરતા હતા. જોકે પોલીસને જોઈ સ્થળ ઉપર નાસ-ભાગ મચી ગઈ હતી. જોકે લખનાર ઈસમ પણ ભાગવા જતા પોલીસે તેને ઝડપી પડ્યો હતો.
ત્યારબાદ પોલીસે ઝડપાયેલ ઈસમનું નામ પૂછતા તેણે પોતાનું નામ અમીતભાઈ ઉર્ફે બોબી લાલાભાઈ ગામીત (રહે.ડોલારા ગામ, દાદરી ફળિયું, વ્યારા)ના હોવાનું જણાવ્યું હતું અને પોલીસે મુંબઈથી નીકળતા વરલી મટકાનાં જુદા-જુદા બજારના આંકો ઉપર લખેલ કાગળની કાપલીઓ તથા રોકડ રૂપિય 3,510/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી કલ્પેશભાઈ ચૌધરીની ફરિયાદનાં આધારે ઝડપાયેલા ઈએસ્મ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500