સુર્યવંશી મનિષા/વ્યારા : ઉચ્છલ તાલુકાનાં ફૂલઉમરાણ ગામમાં એક ઈસમને વરલી મટકાનાં ટાઈમ બજારનાં તથા શ્રીદેવી બજારનાં આંકડા ઉપર ગેરકાયદેસર રીતે હાર જીતનો જુગાર રમાડતા ઝડપી પાડ્યો હતા. મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફનાં માણસો રવિવારે બપોરે ખાનગી વાહનમાં બેસી પ્રોહી અને જુગારની રેડમાં નીકળેલ હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ફૂલઉમરાણ ગામમાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં એક ઈસમ મુંબઈથી નીકળતા વરલી મટકાનાં આંકડા ઉપર જુગાર રમાડે છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાળી જગ્યા ઉપર જઈ કોર્ડન કરીને જુગાર રમાડતો એક ઈસમને ઝડપી પડ્યો હતો.
જોકે ત્યારબાદ પોલીસે પકડાયેલ ઈસમનું નામ પૂછતા તેણે પોતાનું નામ, સુનિલભાઈ રવિદાસભાઈ વસાવા (ઉ.વ.33, રહે.ફૂલઉમરાણ ગામ, ફૂલવાડી ફળિયું, ઉચ્છલ)ના હોવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ પોલીસે પકડાયેલ ઈસમની અંગઝડતી કરતા જુગારના સાધનો પેન, કાર્બન પેપર, તથા આંકો લખેલ ડાયરી સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે સુનિલ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500