વ્યારાનાં તાડકુવા ખાતે આવેલ સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને રીસર્ચ સેન્ટર સંલગ્ન કાળીદાસ હોસ્પિટલ વ્યારા અને HMAI, વ્યારા યુનિટ દ્વારા ‘આઝાદીનાં અમૃત મહોત્સવ’ની ઉજવણી અંતર્ગત આયુષ મંત્રાલય (ભારત સરકાર) અને નેશનલ કમિશન ફોર હોમિયોપેથીક (નવી દિલ્હી)ના માર્ગદર્શન હેઠળ વિનામૂલ્યે દાંત અને પેઢાનાં રોગોની ચકાસણી તેમજ સારવાર કેમ્પનું આયોજન કાળીદાસ હોસ્પિટલ વ્યારા ખાતે કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં વ્યારાનાં દાતા શ્રેષ્ઠ પરિવારના સ્વ.પરભુભાઈ નાથાભાઈ પટેલના પૌત્ર સતિષભાઈ પટેલનાં હસ્તે દીપ પ્રાગટ્ય કરીને જાહેર જનતા માટે કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો જયારે આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ ભાગ લીધો હતો. આ કેમ્પમાં ડેન્ટિસ્ટ ડો.શુભાંગી મોદીએ સેવા આપી હતી.
આ કેમ્પનું સંપૂર્ણ આયોજન ડાયરેક્ટર ડો.અજયભાઈ દેસાઈ કોલેજનાં પ્રિન્સિપાલ ડો.જ્યોતિરાવનાં માર્ગદર્શન હેઠળ ડો.વૈશાલી ચૌધરી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કેમ્પની વ્યવસ્થા દક્ષેશભાઈ શાહ અને હરીશભાઇ શેખ દ્વારા કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500