સોનગઢનાં ટોકરવા ગામ નજીક એક ઇકો કારનાં ચાલકે પોતાની કબ્જાની કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી રોડનાં કિનારા પર પરિવારજનો સાથે પગપાળા ચાલી રહેલ ચાર વર્ષીય બાળકને અડફેટે લીધું હતું. જોકે આ બાળકનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો. મળતી માહિતી અનુસાર, મૂળ દાહોદ જિલ્લાનાં આગાવાડ ગામનાં વતની જાનુંભાઈ કળમી પરિવાર સાથે સોનગઢ તાલુકાનાં ટોકરવા ગામે પાઇપ લાઈન માટે ખાડા ખોદવાની મજૂરી કામે આવેલ છે.
જોકે ગતરોજ સવારે 8.30 કલાકના અરસામાં જાનુંભાઈ અને તેમનો ચાર વર્ષીય દીકરો યુવરાજ અને અન્ય મજૂરો નજીક જામણકુવા ગામ તરફ મજૂરી કામ માટે પગપાળા જવા નીકળ્યાં હતાં. તે સમયે એક મારૂતિ ઇકો કાર નંબર GJ/26//0273નાં ચાલકે પોતાની કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી પગ પાળા જઈ રહેલાં ચાર વર્ષીય યુવરાજને ટક્કર મારી હતી અને આ અકસ્માતમાં યુવરાજના પેટ પરથી કારના વ્હીલ ફરી જતાં તેને ગંભીર ઇજા થઇ હતી.
જયારે અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે સોનગઢ સરકારી દવાખાને લઈ ગયા હતાં. જ્યાં સારવાર દરમિયાન બાળકનું કરુણ મોત નીપજ્યું હતું જોકે બાળકનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી ફેરવાઈ ગઈ હતી. બનાવ અંગે અજાણ્યા કાર ચાલકે સામે સોનગઢ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500