મનિષા સુર્યવંશી/વ્યારા : તાપી જિલ્લા પોલીસને પડકાર આપી રહ્યા હોય તેમ જિલ્લાનાં વ્યારા અને સોનગઢ તાલુકામાં વાહન ઉઠાંતરીના બે જુદા-જુદા બનાવો સ્થાનિક પોલીસ મથકે નોંધાયા છે.
મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાનાં ડોસવાડાગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર-53ની બાજુમાં આવેલ ઇન્ડીયન પેટ્રોલ પંપની સામે આવેલ ચા’ની લારી પાસેથી તા.22/07/2022નાં રોજ કોઇ અજાણ્યો ચોર ઇસમ દિલેશભાઇ રમણભાઇ ગામીત (રહે.કુમકુવા ગામ,બાડીવડ ફળીયુ,સોનગઢ) નાઓની હીરો કંપનીની સાઇન બાઈક નંબર GJ/26/J/0508 ની ડોસવાડા પેટ્રોલ પંપની સામે આવેલ ચા’ની લારી પાસે પાર્ક કરેલ તે જ્ગ્યાએથી ચોરી કરી લઇ જઇ નાશી છુટ્યો હતો. બનાવ અંગે ફરિયાદનાં આધારે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
જયારે બીજા વાહન ચોરીનાં બનાવનાં તા.20/07/2022નાં રોજ કાકરાપાર પોલીસ મથકની હદ વિસ્તારમાં બન્યો છે. વ્યારા તાલુકાનાં બેડકુવાનજીક ગામ ભુરીવેલ ફળીયામા રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરી તબેલો ધરાવતા ફરીયાદી ડાડુભાઇ ભીમાભાઇ ખોડભાયા નાઓનો મહિન્દ્રા બોલેરો પીકઅપ ટેમ્પો નંબર GJ/26/T/0747ની સફેદ કલરની મહિંદ્રા બોલેરો પીકઅપ ટેમ્પાની ઓરીજનલ આર.સી. બુક પીકઅપ ટેમ્પાનાં કેબિનમાં મુકેલ હતી.
જે ટેમ્પોમાંથી કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી નાશી છુટ્યો હતો. બનાવ અંગે કાકરાપાર પોલીસે ફરિયાદનાં આધારે તા.22/07/2022નાં રોજ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આમ, જિલ્લાનાં કાકરાપાર અને સોનગઢ પોલીસ મથક વાહન ચોરી અંગેનાં ગુનાઓ નોંધાઈ ચોરટાઓને શોધવા માટેના ચક્રોગતિમાન કર્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500