Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઇવે ઉપર ફોર વ્હીલ ગાડી અડફેટે બાઈક ચાલકને ગંભીર ઈજા

  • October 04, 2022 

ઉચ્છલ તાલુકાનાં નારણપુર ગામમાંથી પસાર થતા ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઇવે ઉપર ફોર વ્હીલ ગાડી અડફેટે બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચતા મામલો પોલીસ મથકે પહોંચ્યા હતો. પોલીસે બનાવ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ ઉચ્છલ નારણપુર ગામમાંથી પસાર થતા ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઇવે નં.૮૦ ઉપર વડપાડા નેશુ ગામ તરફ જવાના ફાટા પાસે ગત  તા.૦૨/૧૦/૨૦૨૨કલાક-૦૯/૪૫ વાગ્યાના અરસામાં મહીંન્દ્રા કંપનીની વેરીટો ફોર વ્હીલ ગાડી જેનો રજીસ્ટેશન નંબર એમએચ/૩૯/જે/૨૯૧૮નાં ડ્રાઇવર જયેશભાઇ શરદભાઇ પાટીલ (રહે.શિરુડ-દિગર તા.શાહદા જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર) નાઓએ પોતાના કબ્જાની ફોર વ્હીલ ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રહ્યા હતા.




તે દરમિયાન નારણપુર ગામમાંથી પસાર થતા ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઇવે નં.૮૦ ઉપર વડપાડા નેશુ ગામ તરફ જવાના ફાટા પાસે હીરો કંપનીની સ્પ્લેન્ડર બાઈક નંબર જીજે/૨૬/ડી/૩૪૨૯ને પાછળની બાજુએથી જોરથી અથડાવી દેતા બાઈક ચાલક રાજુભાઇ ઠગીયાભાઇ વસાવા (ઉ.વ.૪૫, રહે.કુંભરાડ ગામ, ઉચ્છલ) નાઓના શરીરે માથાના ભાગે તથા મોઢાના ભાગે તથા છાતીના ભાગે તેમજ જમણા પગે ઘુંટણના ભાગે ઓછીવત્તી તથા ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે જીતુભાઇ વસાવાની ફરિયાદના આધારે ઉચ્છલ પોલીસે ફોર વ્હીલ ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application