મનિષા સુર્યવંશી/વ્યારા : ઉચ્છલ તાલુકાનાં નારણપુરા ગામમાં નાની નીરગુડી ફળિયામાં ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં મુંબઈથી નીકળતા વરલી મટકાનો જુગાર રમાડનાર એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો હતો, જયારે એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. મળતી માહિતી મુજબ, તાપી LCB પોલીસ સ્ટાફનાં માણસો મંગળવારનાં રોજ ખાનગી વાહનમાં બેસી ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.
તે દરમિયાન ફરતા ફરતા નારણપુરા ગામે આવતાં રાજુભાઈ શિવાભાઈનાં ઘરની આજુબાજુમાં તપાસ કરતાં ઘરની પાછળ આવેલ ગલીની ખુલ્લી જગ્યામાં તપાસ કરતા એક ઈસમ હાજર મળી આવેલ હતો અને તે ઈસમ કઈક લખતો હોય જેથી પોલીસે તે ઈસમને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો.
ત્યારબાદ પોલીસે તેનું નામ પૂછતા તેને પોતાનું નામ રાજુભાઈ શિવાભાઈ કાથુડ (રહે. નારણપુરા ગામ, નીરગુડી ફળિયું, ઉચ્છલ)નાં હોવાનું જણાવ્યું હતું તેમજ પોલીસે રાજુભાઈ પાસેથી મુંબઈથી નીકળતા વરલી મટકાનાં જુગાર રમાડવાના સાધનો ઝડપી પાડ્યા હતા. જોકે પોલીસે મુંબઈથી નીકળતા વરલી મટકાનાં આંકો લખી કોણે મોકલે છે તો સુજીત ઉર્ફે ગોલુ રોહિત અગ્રવાલ (રહે.ઉકાઈ, વર્કશોપ બજાર, સોનગઢ)નું નામ આપ્યું હોવાથી સદર ગુનાનાં કામે સુજીત ઉર્ફે ગોલુ રોહિત અગ્રવાલ નાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
આમ, પોલીસે આંકો ઉપર હાર જીતનો જુગાર રમવાના સાધનો જેમાં પેન, કાર્બન પેપર, આંકો લખેલ ડાયરીઓ, પેડ અને 1 નંગ મોબઈલ મળી કુલ રૂપિયા 10,290/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી દિપકભાઈ ચૌધરીની ફરિયાદનાં આધારે રાજુ કાથુડ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે ઉકાઈનાં સુજીત ઉર્ફે ગોલુ રોહિત અગ્રવાલ નાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500