મનિષા સુર્યવંશી/વ્યારા : કુકરમુંડા નગરમાં એક ઈસમને મુંબઈથી નીકળતા વરલી મટકાનાં ટાઈમ આંકો ઉપર આંકડા ઉપર ગેરકાયદેસર રીતે હાર જીતનો જુગાર રમાડતા ઝડપી પાડ્યો હતા. મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ સ્ટાફનાં માણસો ગતરોજ સાંજે સરકારી વાહનમાં બેસી પ્રોહી અને જુગારની રેડમાં નીકળેલ હતા.
તે દરમિયાન ફરતા ફરતા કુકરમુંડામાં અને મેઈન બજારમાં ગ્રામપંચાયત પાસે આવતાં ત્યાં જાહેરમાં કેટલાક ઈસમો કઈક આપ-લે કરતા હોય પોલીસને તેઓની ઉપર જુગાર અંગેનો શક જતા પોલીસે રેડ કરી હતી. જોકે પોલીસની રેડ પડતા કેટલાક ઈસમો ભાગી છૂટ્યા હતા.
પરંતુ જમીન ઉપર બેસેલ એક ઈસમ પોલીસ રેડમાં ઝડપાઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે પકડાયેલ ઈસમનું નામ પૂછતા તેણે પોતાનું નામ, બાલકૃષ્ણભાઈ રામલાલભાઈ પાડવી (ઉ.વ.40, રહે.કુકરમુંડા)ના હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે પકડાયેલ ઈસમની અંગઝડતી કરતા જુગારના સાધનો પેન, કાર્બન પેપર, તથા આંકો લખેલ કાગળો સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે બાલકૃષ્ણ પાડવી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500