Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર, વ્યારા ખાતે કુલપતિની અધ્યક્ષતામાં ખેડૂત દિન-વ-ડાંગર પાક પરિસંવાદ યોજાયો

  • October 13, 2022 

તાપી જિલ્લાનાં વ્યારા સ્થિત પ્રાદેશીક ચોખા સંશોધન કેંદ્ર ખતે નવસારી કૃષિ યુનિવર્સિટીના પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વ્યારા અને આત્મા-પ્રોજેક્ટ, સુરતના સંયુક્ત ઉપક્રમે તા.૧૨/૧૦/૨૦૨૨ના રોજ ખેડુત  દિન-વ-ડાંગર પાક પરિસંવાદ યોજાયો હતો. સદર કાર્યક્રમમાં કુલ ૪૦૦થી વધુ ખેડૂત ભાઈઓ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.




કાર્યક્રમના અધ્યક્ષ ડૉ.ઝેડ.પી.પટેલ, માન. કુલપતિશ્રી, ન. કૃ. યુ., નવસારીએ ખેડૂતો માટે નવસારી કૃષિ યુનિવર્સિટીનાં વિસ્તાર આધારિત કરવામાં આવતા વિવિધ સંશોધનો તેમજ ખેડૂતલક્ષી કાર્યો વિશે અવગત કરી ખેત ઉત્પાદનો વધારવા પ્રોત્સાહિત કર્યા હતા. તાપી જિલ્લામાં કાર્યરત પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર દ્વારા બહાર પાડવામાં આવેલ ડાંગરની ર્વિવિધ જાતોના મહત્વ વિશે માર્ગદર્શિત કર્યા હતા. કેવીકે-તાપી દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીઓની સરાહના કરી હતી. વિસ્તરણ ક્ષેત્રે કેવીકે-તાપી દ્વારા અધતન ટેકનોલોજીનો ઉપયોગ કરવા અને ગૃહ ઉદ્યોગોની તાલીમ થકી મહિલાઓને આત્મ નિર્ભર બનાવવાની કામગીરીને બિરદાવી હતી.




ડૉ.એન. એમ. ચૌહાણ, માન. વિસ્તરણ શિક્ષણ નિયામક, ન.કૃ.યુ., નવસારીએ કૃષિ ક્ષેત્રે ઉત્પાદનો વધારવા નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરવામાં આવતી સંકલિત ખાતર વ્યવસ્થાપન પદ્ધતિનો ઉપયોગ કરવા હાકલ કરી હતી. વધુમાં ડૉ.ચૌહાણએ કેવીકે-તાપી દ્વારા વિકસાવવામાં આવેલ કૃષિ લક્ષી QR કોડ ના ઉપયોગ વિશે સમજાવી કેવીકે-તાપીના વિવિધ વિસ્તરણ કાર્યોને બિરદાવ્યા હતા.




ડૉ.વી.પી.પટેલ, સહ સંશોધન વૈજ્ઞાનિક, પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર, વ્યારા દ્વારા ઉપસ્થિત મહેમાનોના શબ્દિક સ્વાગત સાથે કાર્યક્રમનો હેતુ સમજાવ્યો હતો. વધુમાં તેમણે પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર, વ્યારા દ્વારા બહાર પાડવામાં આવેલ ડાંગરની ખેડૂત ઉપયોગી જાતો વિશે સમજણ આપી હતી. ડૉ.સી.ડી.પંડ્યા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કેવીકે-વ્યારાએ ખેડૂતો સુધી નવીન ટેકનોલોજીઓ પહોંચાડવા માટે કરવામાં આવતી વિવિધ વિસ્તરણ પ્રવૃત્તિઓ અને તાલીમ કાર્યક્રમો વિશે ખેડૂતોને અવગત કર્યા હતા.




વધુમાં તેમણે તાપી જિલ્લામાં મશરૂમની ખેતીના અવકાશ વિશે માહિતી આપી હતી. ડૉ.પી.બી.પટેલ, સહ સંશોધન વૈજ્ઞાનિક દ્વારા ડાંગરની વહેલી પાકતી જાતો, મધ્યમ પાકતી જાતો અને મોડી પાકતી જાતો વિશે સમજણ આપવામાં આવી હતી તથા તેમાં આવતી સમસ્યાઓને નિવારવાના ઉપાયો વિશે માર્ગદર્શન આપ્યું હતું. ડૉ.ડી.એ.ચૌહાણ, સહ સંશોધન વૈજ્ઞાનિકએ કઠોળ પાકો જેવા કે પાપડી, તુવેર, મગ, વાલ અને અડદની જાતો વિશે માર્ગદર્શન આપ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application