Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલ તાલુકામાંથી જુગાર રમતા 6 જુગારીઓ ઝડપાયા, બે જુગારીઓ વોન્ટેડ

  • November 30, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલ તાલુકાનાં બાબરઘાટ અને નાના વાઘસેપા ગામમાંથી વગર પાસ પરમિટે જુગાર રમતા જુગારીઓને પોલીસે જુગાર રમવાના સાધનો સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે બે જુગારીઓને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પ્રોહી તથા જુગાર ગુના અંગેની રેઈડમાં નીકળેલ હતા તે દરમિયાન બાબરઘાટ ગામ નિશાળ ફળિયામાં હનુમાન મંદિર પાસે લીમડાના ઝાડ નીચે જાહેરમાં કેટલાક ઈસમો ગંજી પાનાનો પૈસાવતી હાર જીતનો જુગાર રમે છે.



જે બાતમીના આધારે સ્થળ પર પહોંચતા પોલીસે જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી પાડી જુગાર રમવાના સાધનોનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી. જયારે બીજા બનાવમાં ઉચ્છલ પોલીસે ઉચ્છલનાં નાના વાઘસેપા ખાતે રહેતો બાબા ઉર્ફે ગંભીરસિંહ ગોરજીભાઈ વસાવા નાઓની રહેણાંક ઘરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેટલાક ઈસમો જુગાર રમે છે જે બાતમીના આધારે સ્થળ ઉપર પહોંચતા જુગાર રમતા બે જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જયારે પોલીસને જોઈ બે જુગારીઓ ભાગી છૂટ્યા હતા, જયારે પોલીસે જુગાર રમવાના સાધનો સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



બાબરઘાટ ગામથી જુગાર રમતા ઝડપાયેલ ચાર જુગારીઓ...

1.મિતેશ વિલાશભાઈ વસાવા (રહે.બાબરઘાટ ગામ, નિશાળ ફળિયું, ઉચ્છલ),

2.ભીખા મનસુખભાઈ વસાવા (રહે.બાબરઘાટ ગામ, નિચલું ફળિયું, ઉચ્છલ),

3.વિકાસ ભીમસિંગભાઈ વસાવા (રહે.બાબરઘાટ ગામ, નિશાળ ફળિયું, ઉચ્છલ) અને

4.લવ વસંતભાઈ વસાવા (રહે.બાબરઘાટ ગામ, નિશાળ ફળિયું, ઉચ્છલ).



વાઘસેપા ગામેથી જુગાર રમતા બે જુગારીઓ ઝડપાયા...

1.બાબા ઉર્ફે ગંભીરસિંહ ગોરજીભાઈ વસાવા (રહે.વાઘસેપા ગામ, ઉચ્છલ),

2.ગુજેસિંગ ડાલકિયા વળવી (રહે.નારણપુરા ગામ, ઉચ્છલ).




વોન્ટેડ બે આરોપી...

1.દિનેશ જવરસિંગ વસાવા (રહે.વાઘસેપા ગામ, ઉચ્છલ),

2.રવિદાસ ગોરજીભાઈ વસાવા (રહે.વાઘસેપા ગામ, ઉચ્છલ).




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News