Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કુકરમુંડાનાં આશ્રવા ગામે જુગાર રમતા 6 જુગારીઓ ઝડપાયા, 1 વોન્ટેડ

  • July 06, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : કુકરમુંડાનાં આશ્રવા ગામનાં ત્રણ રસ્તા પાસે આવેલ આઈ.ઓ.સી. પેટ્રોલ પંપની સામે મુંબઈથી નીકળતા વરલી મટકાનાં આંકો ઉપર હારજીતનો જુગાર રમતા 6 જુગારીઓ ઝડપાયા હતા, જયારે એક ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો મંગળવારનાં રોજ સાંજનાં 4.00થી 4.30 વાગ્યાનાં અરસામાં નિઝર પોલીસ સ્ટેશનનાં કુકરમુંડા આઉટ પોસ્ટ વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં નીકળેલ હતા.



તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક ઈસમ આશ્રવા ગામનાં ત્રણ રસ્તા પાસે આવેલ આઈ.ઓ.સી. પેટ્રોલ પંપની સામે અરવિંદભાઈ દાજીભાઈનાં મકાનનાં પાછળનાં ભાગે ખુલ્લી જગ્યામાં મુંબઈથી નીકળતા વરલી મટકાનાં આંકો લખી આંખો ઉપર હારજીતનો જુગાર રમાડે છે. જે પાક્કી બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાળી જગ્યાએ જઈ રેઈડ કરતા ત્યાં આગળ કેટલાક ઈસમો બેસેલ હોય અને એક ઈસમ બેસીને કંઈ લખતો હોય જેથી પોલીસે તમામને કોર્ડન કરી તમામને ઝડપી પાડ્યા હતા.



જયારે સુખદેવ પાડવીને મુંબઈથી નીકળતા વરલી મટકાનાં આંકો લખી કોણે મોકલે છે તો જાણવા મળ્યું હતું કે, સતિષ શેઠ (રહે.ધૂળવદ ગામ, નંદુરબાર, મહારાષ્ટ્ર)ને આપે છે. આમ, પોલીસે મુંબઈથી નીકળતા વરલી મટકાનાં બજારનાં આંકો ઉપર પૈસા વતી હારજીતનો જુગાર રમી રમાડી જુગારનાં સાધનો પેન, આંકો લખેલ બુકો, કાર્બન પેપર, તેમજ પકડાયેલ તમામ જુગારીઓની અંગઝડતી દરમિયાન મળી આવેલ રોકડ રૂપિયા અને 2 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 19,410/-નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગાર ધારા કલમ 12(અ) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




પોલીસ રેઈડમાં ઝડપાયેલ જુગારીઓ....

1.સુખદેવ સુદામભાઈ પાડવી (રહે.આશ્રવા ગામ, કુકરમુંડા),

2.સૂપડુ વંકરભાઈ પાડવી (રહે.આમોદા ગામ, કુકરમુંડા),

3.જુગરીયા પુખ્યાભાઈ પાડવી (રહે.મટાવલ ગામ, કુકરમુંડા),

4.કાંતિલાલ રતુભાઈ પાડવી (રહે. મટાવલ ગામ, કુકરમુંડા),

5.રવીન્દ્ર ભીલ્યાભાઈ પાડવી (રહે.આષ્ટ્રા ગામ, કુકરમુંડા) અને

6.ચંદા બુધાભાઈ પાડવી (રહે.આશ્રવા ગામ, કુકરમુંડા).


વોન્ટેડ આરોપી

1.સતિશ શેઠ (રહે.ધૂળવદ ગામ, નંદુરબાર).



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application