વ્યારા નગરમાં સ્મશાન ભુમીના પાછળના ભાગે જુગાર ધામ પર રેડ કરતા ગંજી પાનાનો જુગાર રમતા 5 લોકોને રૂપિયા 28,000/-નાં રોકડા સહીત કુલ રૂપિયા 94,000/-નો મુદ્દામાલ કબ્જે કરી તમામની ધરપકડ કરી એક આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી. તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર અંગેની રેડમાં નીકળેલ હતા. તે દરમિયાન મળેલ ખાનગી બાતમીનાં આધારે વ્યારા ટાઉન સુરત-ધુલીયા હાઇવે ઉપર આવેલ સ્મશાન ભુમીના પાછળના ભાગે આવેલ નદી કિનારે એક ખુલ્લી ઘુમટી બનાવી જુગાર રમાઈ રહ્યો છે.
જે બાતમીનાં આધારે એલ.સી.બી.ની ટીમ દ્વારા રેડ કરી જાહેરમાં ગંજી પાનાનો જુગાર રમતા મહેશભાઇ સુરેશભાઇ ગામીત (રહે.વ્યારા, સ્મશાન ભુમીની બાજુમાં), જાવિદ હશન શેખ (રહે.વ્યારા, કણજા ફાટક પાસે, મહાદેવ નગર, સાંઇબાબા મંદીરની બાજુમાં), યોગેશ ઉર્ફે કાળીયો ગણપતભાઇ રાઠોડ (રહે.વ્યારા, સ્મશાન ભુમી પાસે), આસીફ સલીમભાઇ કાકર (રહે.વ્યારા, મગદુમનગર) અને અમીન મુસ્તાક તાંબોડી (રહે.વ્યારા, શંકર ફળીયામાં) નાઓને જુગારના રોકડા રૂપીયા 28,600/- તથા મોબાઇલ નંગ 4 અને મોટર સાયકલ નંગ 2 મળી કુલ રૂપિયા 94,600/-નો મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા, જયારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તમામ વિરૂધ્ધ જુગારધારા કલમની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500