Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બોરખડી ગામે ચકલી પોપટનો હારજીતનો જુગાર રમતા 5 જુગારીઓ ઝડપાયા

  • January 23, 2023 

મનિષા સુર્યવંશી/વ્યારા : વ્યારાનાં બોરખડી ગામનાં નવોદય ફળિયામાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી ગોળ કુંડાળું કરી ચકલી પોપટનો હારજીતનો જુગાર રમતા 5 જુગારીઓને પોલીસ રેઈડમાં ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી LCB પોલીસ સ્ટાફનાં માણસો રવિવારનાં રોજ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પેટ્રોલિંગમાં હતા.




તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, બોરખડી ગામનાં નવોદય ફળિયામાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં હાલ પ્લાસ્ટિક બોલની નાઈટ ટુર્નામેન્ટ ચાલતી હોય જે ક્રિકેટ મેદાનનાં કિનારે લાઇટનાં અજવાળામાં બાજીપુરા પુલ ફળિયાનો સંજય કાળુભાઈ રાઠોડ નામનો માણસ ચકલી પોપટનાં બેનર ઉપર અલગ અલગ ચિહ્નો ઉપર રૂપિયા વતી હારજીતનો જુગાર રમાડે છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો સ્થળ પર જઈ પોલીસ રેઈડ કરતા કેટલાક ઈસમો લાઈટનાં અજવાળા નીચે ગોળ કુંડાળું કરી ચકલી પોપટનો હાર જીતનો જુગાર રમતા 5 જુગારીઓને ઝડપી પાડ્યા હતા.




જોકે પોલીસે સ્થળ પરથી ચકલી પોપટનાં બેનર ઉપર મુકેલ રૂપિયા, જુગારનાં હારજીત રમાડવાના રૂપિયા, જમીન ઉપર પાથરેલ બ્લુ કલરની તાડપત્રી, અલગ-અલગ ચિન્હ વાળું રેકઝીનનું મોટું બેનર, સફેદ કલરનું તથા પીળા કલરનું અલગ અલગ ચિન્હ વાળું કાગળનું બેનર તથા જુગાર રમતા ઈસમોની અંગજડતી માંથી મળી આવેલ રોકડ રૂપિયા અને 4 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 25,710/-નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલ તમામ વિરુદ્ધ જુગાર ધારાની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



ચકલી પોપટનો હાર જીતનો જુગાર રમતા ઝડપાયેલ જુગારીઓ...


1.સંજય કાળુભાઈ રાઠોડ (રહે.બાજીપુરા ગામ, પુલ ફળિયું, વાલોડ),

2.રોહિત ઉર્ફે મહેશ બલવંતભાઈ રાઠોડ (રહે.બાજીપુરા ગામ, પુલ ફળિયું, વાલોડ),

3.જોસેફ ઠાકોરભાઈ ચૌધરી (રહે.બોરખડી ગામ, જવાહર ફળિયું, વ્યારા),

4.જયેશ જંબુભાઈ ચૌધરી (રહે.બોરખડી ગામ, નવોદય ફળિયું, વ્યારા) અને

5.ઋત્વિક વિકેશભાઈ ચૌધરી (રહે.બોરખડી ગામ, નવોદય ફળિયું, વ્યારા).


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application