મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : ડોલવણ પોલીસ સ્ટાફનાં માણસો બુધવારનાં રોજ બપોરનાં સમયે અલગ-અલગ ખાનગી વાહનમાં હોળી/ધૂળેટી અન્વયે તકેદારી બંદોબસ્ત પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, પાટી ગામનાં કાકા બળિયા ફળિયામાં સુરેશભાઈ કાંતુભાઈ પટેલનાં ખેતરમી બાજુમાં આવેલ કોતરાડા પાસે જાહેર કેટલાક ઈસમો પૈસાવતી પાના પત્તાનો જુગાર રમે છે.
જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો સ્થળ ઉપર જઈ રેઈડ કરતા ત્યાં કોતરડા પાસે કેટલાક ઈસમો ગોળ કુંડાળું બનાવી પાના-પત્તા વડે જુગાર રમતા હોય ત્યારે પોલીસની રેઈડ જોઈ સ્થળ ઉપર નાસભાગ મચી ગઈ હતી. આમ પોલીસે જુગાર રમવાના સાધનો સહીત જુદા-જુદા દરની નોટો મળી રોકડ રકમનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ જુગારીઓને ઝડપી પડ્યા હતા, જયારે છ જુગારીઓને પોલીસ ચોપડે ફરાર જાહેર કરવામાં હતા.
પોલીસ રેડમાં જુગાર રમતા ઝડપાયેલ ત્રણ જુગારીઓ...
- રમેશ ચુનીલાલ ગામીત (રહે.પાટી ગામ, તળાવ ફળિયું, ડોલવણ),
- દીપેશ અશોકભાઈ ગામીત (રહે.પાટી ગામ, તળાવ ફળિયું, ડોલવણ) અને
- મનુ રંગજીભાઈ ગામીત (રહે.પાટી ગામ, નવાઠિ ફળિયું, ડોલવણ).
વોન્ટેડ છ જુગારીઓ...
- હિતેશ વનમાળી પટેલ (રહે.પાટી ગામ, ડોલવણ),
- મનુ કાંતુભાઈ પટેલ (રહે.પાટી ગામ, ડોલવણ),
- ધનસુખ બાલુભાઈ પટેલ (રહે.પાટી ગામ, ડોલવણ),
- રમણ પુનાભાઈ ગામીત (રહે.પાટી ગામ, ડોલવણ),
- મનુ કાનજીભાઈ પટેલ (રહે.પાટી ગામ, ડોલવણ),
- સુભાષ મોહનભાઈ પટેલ (રહે.પાટી ગામ, ડોલવણ).
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500