મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં કટાસવાણ અને ડુંગર ગામની સીમમાં થયેલા બે જુદા-જુદા માર્ગ અકસ્માતમાં ઈજા પામનાર લોકો પૈકી ૨ લોકોનાં સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. મળતી માહિતી મુજબ, વ્યારાના કટાસવાણ ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે ઉપર સુરત-ધુલિયા માર્ગ ઉપર તા.17/06/2023નાં રોજ સવારે કોટવાળીયા પરિવારની ત્રીપલ સવારી બાઇકને 108 એમ્બ્યુલન્સે રોંગ સાઇડે આવી સામેથી ટક્કર મારતા બાઇક ચાલક લગીનભાઇ સાકાભાઈ કોટવાળિયા (રહે.સાદડવેલ ગામ, કોટવાળીયા ફળિયુ તા.સોનગઢ)નાને ગંભીર ઇજા પહોંચી હોય સુરત રીફર કરાયો હતો.
જ્યારે આ અકસ્માતમાં એક મહિલા રીનાબેન અને યુવતી અનિતાબેન સાકરીયાભાઇ કોટવાળીયા (રહે.ભડભુંજા ગામ, તા.ઉચ્છલ)નાને પગે ફેક્ચર થતા વ્યારા જનરલ હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડાઈ છે. પોલીસે 108નાં ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુમાં કાર્યવાહી હાથ ધરી હતી. જોકે વધુ સારવાર માટે સુરત ખાતે રીફર કરાયેલ લગીનભાઇ કોટવાળિયાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જયારે અકસ્માતના બીજા બનાવમાં તા.17/06/2023નાં રોજ દંપતી જેસિંગભાઈ નુરજીભાઈ ચૌધરી (બંને રહે.રતનીયા ગામ, આમલી ફળિયું, તા.માંડવી, જી.સુરત)નાઓ વ્યારા ખાતે માર્કેટમાં કેરીનું વેચાણ કરી બાઈક નંબર જીજે/19/એપી/7757 ઉપર પરત ઘરે જીઈ રહ્યા હતા.
તે દરમિયાન વ્યારા તાલુકાના ડુંગર ગામની ચોકડી પાસે બાઈક નંબર જીજે/26/ક્યુ/7232ના ચાલકે પોતાના કબજાની બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઇ આવી જેસિંગભાઈ ચૌધરીની બાઈકને ટક્કર મારી હતી, આ અકસ્માતમાં ત્રણ જણાને ઈજાઓ પહોંચી હતી. જોકે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન જેસિંગભાઈ નુરજીભાઈ ચૌધરીનું મોત નિપજ્યું હતું. બંને અકસ્માતનાં બનાવોમાં કાકરાપાર પોલીસ દ્વારા ફરિયાદનાં આધારે કસુરવાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500