વ્યારાનાં નાની ચીખલી ગામની સીમમાંથી પસાર થતો નાની ચીખલીથી ચોરવાડ ગામ તરફ જતા રોડ ઉપર ૨૦થી ૨૫ જેટલા દર્શનાર્થીઓને લઇ જતો ટેમ્પો પલટી થઇ જતા ૨ બાળકોના મોત નિપજ્યા હતા, જયારે ૨૦થી ૨૫ જેટલા લોકોને ઓછીવત્તી ઈજાઓ પહોંચતા તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે વ્યારાની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, વ્યારાના નાની ચીખલી ગામની સીમમાંથી પસાર થતો નાની ચીખલીથી ચોરવાડ ગામ તરફ જતા રોડ ઉપર સોમવાર નારોજ સવારે ૯ વાગે સુરત જિલ્લાના માંડવી તાલુકાના આંબા પારડી ગામના લોકોને અકસ્માત નડ્યો હતો.
જોકે દેવલીમાળી માતાના દર્શને જતા સમયે અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતમાં ૨ બાળકોના મોત નીપજ્યાં હતા જ્યારે ૨૦ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે વ્યારાની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાવમાં આવ્યા હતા. ટેમ્પો ચાલક હેમંતભાઈ ગોવિંદભાઈ ચૌધરી રહે. પારડી ગામ માલીકુવા ફળિયું તા.માંડવી-સુરત ના કબજાનો ટેમ્પો નંબર જીજે/૧૯/એક્સ/૬૪૮૧માં ૨૦થી ૨૫ જેટલા દર્શનાર્થીઓ દેવલીમાડી માતાજીના દર્શને હતા. તે દરમિયાન ટેમ્પોના ચાલકે પોતાના કબજાનો ટેમ્પો પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઇ આવતો હોય ટર્નીંગમાં કાબુ ગુમાવી ડેટા ટેમ્પો પલટી થઇ ગયો હતો.
આ અકસ્માતના બનાવમાં ૨૦થી ૨૫ જેટલા લોકોને ઓછીવત્તી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે વ્યારાની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે (૧) (૧૨ વર્ષીય) સોહમ વિપિનભાઈ ચૌધરી (૨) (૧૩ વર્ષીય) આયુષકુમાર જીગ્નેશભાઈ ચૌધરી બંને બાળકો રહે,પારડી ગામ માલીકુવા ફળિયું તા.માંડવી જી.સુરત નાઓને મોઢા તથા માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ ઉપર જ મોત નિપજ્યા હતા. બનાવ અંગે નિમેશભાઈ ધીરુભાઈ ચૌધરીની ફરિયાદના આધારે વ્યારા પોલીસે ટેમ્પો ચાલક હેમંતભાઈ ચૌધરી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500