તાપી 181 મહિલા હેલ્પલાઇન પર એક થર્ડ પાર્ટી વ્યક્તિ દ્વારા કોલ આવતાં જણાવેલ કે, અજાણ્યા એક માં’જી તેમના ઘર નજીક ખેતરમાં બેસી રહ્યાં છે અને તેમનું સરનામું પણ જણાવતાં નથી. તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમ સ્થળ પર પહોંચી માં’જીનું કાઉન્સેલીગ કરતાં પહેલાં તો માં’જી જવાબ આપતાં ના હતાં તેમને સમજાવીને ઘરે પહોંચાડવાનું જણાવતાં માં’જીએ તેમનું નામ જણાવ્યું હતું. પરંતુ તેમનું આખું નામ જણાવતાં ના હતાં.
તેમજ માં’જીને તેમના ગામનું નામ પુછતાં તેઓ દરેક વાર અલગ-અલગ ગામનાં નામ જણાવતાં હતાં માટે તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમએ તે ગામનાં સરપંચનો સંપર્ક કરતાં અને મહિલાનો ફોટો મોકલતા તેમનું સરનામું મળી ગયું જેથી તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમએ માં’જીનાં દિકરા જોડે સંપર્ક કર્યો અને તેમના દિકરા તથા વહુને સોંપેલ તેઓ જણાવતાં હતાં કે, તેઓ કામ પર ગયા ત્યારે તેમના માં’જી કપડાં લઈને નીકળી ગયા હતા તથા તેઓ પણ બે મહિનાથી માં’જીને શોધે છે ને હવે તેમનું ધ્યાન રાખશે તથા તેમને ઘરે એકલાં મુકીને નહીં જાય તેમ જણાવતાં માં’જીને તેમના પરિવારને સોંપેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application