Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોઝ-વે પર વરસાદનું પાણી ફરી વળતાં અવરજવરનાં 13 રસ્તાઓ બંધ

  • September 16, 2022 

તાપી જિલ્લામાં ગત બે દિવસથી પડતાં ભારે વરસાદના પગલે કેટલીય નદી અને કોતરોમાં ભારે વરસાદી પાણીનું વહેણ જોવા મળે છે. જયારે કેટલાક કોઝ વે પરથી વરસાદી પાણીનું વહેણ ફરી વળતાં અવર જવર માટે સંપૂર્ણ બંધ થયા છે. વ્યારા, ડોલવણ, સોનગઢ અને કુકરમુંડા તાલુકાના મળી કુલ 13 રસ્તા સાંજની સ્થિતિ એ બંધ હોવાનું જાણવા મળ્યું છે. વ્યારા તાલુકાનાં ઝાંકરી ગામ આશ્રમ ફળિયાના લગભગ 20 થી 25 ઘરો અને સોનગઢના દરડી ગામનાં નિશાળ ફળિયાનાં એમ મળી કુલ બે ફળિયાના લોકોને અવર-જવર માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન હોય તેમનો સીધો સંપર્ક પૂર્ણ પણે કપાઈ ગયો છે.




જયારે વ્યારા તાલુકાનાં વિવિધ વિસ્તારોમાં આવેલા કુલ 9 રસ્તા પરના કોઝ-વે પાણીનાં ભારે વહેણને કારણે ઓવર ટોપ થતાંએ લોકોની અને વાહનોની અવર-જવર માટે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યા છે. વ્યારાના કેળકુઈ ગાંધી ફળીયાથી હાઈસ્કૂલને જોડતો રસ્તો અને ઝાંખરી આશ્રમથી ચીચબરડી રોડ તથા ખુરદી એપ્રોચ રોડ કોઝ-વે પર પાણી ફરી વળતાં બંધ થઈ ગયો છે.




વ્યારાનાં લખાલી ચીચબરડી રાણીઆંબા ગામ ઢોંગીઆંબા સુધીનો રોડ અને કાટકુઈ કરંજવેલ જોઈનીંગ બાલપુર ખુટાડીયા રોડ તથા વ્યારા પાનવાડી મુસા મદાવ છીંદીયા મેઘપુર બાલપુર ઉમરવાવ નજીકનો રસ્તો બંધ છે. વ્યારાનાં ગડતથી બેડચીતનો રોડ, કણઝાથી બેડકુવાને જોડતો રોડ અને જેસિંગપુરાથી નવાપાડા ઉમરવાવ નજીક તથા ઊંચા માળાથી લીમદડા રોડ બંધ થયો છે.




ડોલવણ તાલુકામાં પણ પંચાયત હસ્તકના બે રસ્તા બંધ છે. જેમાં ડોલવણનાં ઉમકચ્છનો એપ્રોચ રોડ તથા વિરપુર ઉમરકચ્છ ગામ જોઈનીંગ એસ.એચ રોડ કોઝ વે ઓવર ટોપિંગ થવાથી બંધ છે. સોનગઢ તાલુકાના દરડી ગામનો નિશાળ ફળિયાનો કોઝ-વે પર પાણી ફરી વળતાં બંધ થયો છે. કુકરમુંડા તાલુકામાં સતોલાના એપ્રોચ રોડ પર આવેલા કોઝ-વે પરથી પાણી ફરી વળતાં બંધ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application