Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં વેકુર ગામનાં નિશાળ ફળિયામાંથી જુગાર રમતા 10 જુગારીઓ ઝડપાતા કાર્યવાહી કરાઈ

  • August 16, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢ તાલુકાનાં વેકુર ગામનાં નિશાળ ફળિયામાં તાપી નદીના કિનારેની જુગાર રમતા 10 જુગારીઓને તાપી એલ.સી.બી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો રવિવારનાં રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીગમાં નીકળ્યા હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, વેકુર ગામનાં નિશાળ ફળિયામાં તાપી નદી કિનારાની બાજુમાં આવેલ એરીકેશન બંગલીની બાજુમાં ખુલ્લામાં કેટલા ઈસમો ભેગા મળી ગંજીપાના તથા રૂપિયાઓ વડે હારજીતનો જુગાર રમે છે. જે બાતમીના આધારે સ્થળ ઉપર જઈ પોલીસ રેઈડ કરતા 10 જુગારીઓને જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. ત્યારબાદ પોલીસે ઝડપાયેલ તમામ જુગારીઓની અંગઝડતી કરતા અને દાવ પરના રોકડા રૂપિયા, 7 નંગ મોબાઈલ તથા જુગાર રમવાના સાધનો મળી કુલ રૂપિયા 41,980/-નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



તાપી એલ.સી.બી. પોલીસે જુગાર રમતા ઝડપી પાડેલ 10 જુગારીઓ...


1.ભીમસિંગી માલજીભાઈ ચૌધરી (રહે.વાઘનેરા ગામ, ડુંગરી ફળિયું, સોનગઢ),

2.વિનય રૂપસિંગભાઈ ચૌધરી (રહે.વેકુર ગામ, નિશાળ ફળિયું, સોનગઢ),

3.ઉમેશ ગોવિંદભાઈ ગામીત (રહે.વાઘનેરા ગામ, નિશાળ ફળિયું, સોનગઢ),

4.રવીન્દ્ર વિનોદભાઈ ચૌધરી (રહે.વાઘનેરા ગામ, સોનગઢ),

5.ચંદુ બાજીયાભાઈ ચૌધરી (રહે.વાઘનેરા ગામ, ખાડી ફળિયું, સોનગઢ),

6.મધુસિંગ ઘડાભાઈ ચૌધરી (રહે.વેકુર ગામ, જૂની બાલવાડી ફળિયું, સોનગઢ),

7.રાજેશ દુરસિંગભાઈ ચૌધરી (રહે.વેકુર ગામ, જૂની બાલવાડી ફળિયું, સોનગઢ),

8.જ્યોતિષ માનસિંગભાઈ ચૌધરી (રહે.વાઘનેરા ગામ, નિશાળ ફળિયું, સોનગઢ),

9.દિનેશ રમણભાઈ ચૌધરી (રહે.વાઘનેરા ગામ, નિશાળ ફળિયું, સોનગઢ) અને

10.મગન ખાતારિયાભાઈ કથુડિયા (રહે.વાઘનેરા ગામ, નિશાળ ફળિયું, સોનગઢ).



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application