Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડનાં હથુકા અને શિકેર ગામેથી જુગાર રમતા 10 જુગારીઓ ઝડપાતા કાર્યવાહી હાથ ધરાઈ

  • September 09, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડ પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે ગુરૂવારનાં રોજ વાલોડ તાલુકાનાં હથુકા ગામ અને શિકેર ગામમાંથી જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. પહેલા બનાવમાં વાલોડ પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં પેટ્રોલીગમાં હતા તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, હથુકા ગામના લાદિયા ફળિયામાં સ્ટ્રીટ લાઈટ નીચે ગોળ કુંડાળું કરી ગંજી પાનાનો પૈસા વતી હારજીતનો જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડ્યા હતા.



ત્યારબાદ પોલીસે સ્થળ ઉપરથી દાવ પરના રૂપિયા અને જુગાર રમવા માટેના હાથ ઉપર રાખેલ રોકડ રૂપિયા તથા જુગાર રમવાના સાધનો મળી કુલ રૂપિયા 2,750/-નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જયારે બીજા બનાવમા વાલોડ પોલીસે શિકેર ગામના ઓડિયા ફળિયામાં જતા રોડની બાજુમા આવેલ ખેતરના છેડા ઉપર પાના પત્તા વડે હાર જીતનો જુગાર રમતા ચાર જુગારીઓને પોલીસે ઝડપી પાડી સ્થળ ઉપરથી ઝડપાયેલની અંગઝડપી તથા રોકડ રૂપિયા તથા 3 નંગ મોબાઈલ સહીત જુગાર રમવાના સાધનો મળી કુલ રૂપિયા 19,320/-નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

      

હથુકા ગામથી ઝડપાયેલ 6 જુગારીઓ...

1.નવીન મોહનભાઈ રોહિત (રહે.હથુકા ગામ, લાદિયા ફળિયું, વાલોડ),

2.સંજય રમેશભાઈ હળપતિ (રહે.હથુકા ગામ, લાદિયા ફળિયું, વાલોડ),

3.દીપેશ રમેશભાઈ પટેલ (રહે.હથુકા ગામ, ડુંગરી ફળિયું, વાલોડ),

4.જયેશ મણીલાલ સોલંકી (રહે.હથુકા ગામ, લાદિયા ફળિયું, વાલોડ),

5.સંજય સુધાંસુભાઈ મૈસુરિયા (રહે.હથુકા ગામ, ટાંકી ફળિયું, વાલોડ) અને

6.અશોક જીતુભાઈ હળપતિ (રહે.હથુકા ગામ, ટાંકી ફળિયું, વાલોડ).


શિકેર ગામે જુગાર રમતા ઝડપાયેલ ચાર જુગારીઓ ઝડપાયા...

1.અશોક અર્જુનભાઈ રાઠોડ (રહે.શિકેર ગામ, ઓડિયા ફળિયું, વાલોડ),

2.વિનોદ રમેશભાઈ ઢોડિયા (રહે.શિકેર ગામ, ઢોડિયા ફળિયું, વાલોડ),

3.નીતેશ દિનેશભાઈ ઢોડિયા (રહે.શિકેર ગામ, ઢોડિયા ફળિયું, વાલોડ) અને

4.શૈલેશ રમેશભાઈ ઢોડિયા (રહે.શિકેર ગામ, ઢોડિયા ફળિયું, વાલોડ).



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News