મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં ઈન્દુ ગામની સીમમાં આવેલ ખેતરમાંથી થ્રી ફેશ કનેકશનનાં થાંબલા નીચે ખુલ્લી જગ્યામાંથી એંગલ પાઈપની ચોરી થયાની ફરિયાદ કાકરાપાર પોલીસ મથકે નોંધવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, વ્યારા નગરનાં માલીવાડ વિસ્તારનાં પોસ્ટ ઓફીસની સામે રહેતા પ્રશાંતભાઈ ચંદ્રકાંતભાઈ ખૈરે નાંઓ ખેતીકામ કરી તથા બાપા સીતારામ કોમ્પ્લેક્ષમાં રીન્યુએનર્જી રૂપટોફ સોલારની એજન્સી ચલાવી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે.
જોકે પ્રશાંતભાઈનું ઈન્દુ ગામે આવેલ ખેતરમાંથી ગત તારીખ 04/02/2024થી 05/02/2024 એંગલ પાઈપ 40*40નાં 30 નંગ અને જે એક નંગ આશરે 14 કિલો ગ્રામનો જેની કિંમત રૂપિયા 50,400/- અને એંગલ પાઈપ 40*60નાં 35 નંગ અને જે એક નંગ આશરે 18 કિલો ગ્રામનો જેની કિંમત રૂપિયા 78,750/-નો મળી કુલ એંગલ પાઈપ કુલ નંગ 65 અને જેની કુલ કિંમત રૂપિયા 1,29,150/-નો ખેતરમાંથી થ્રી ફેશ કનેકશનનાં થાંબલા નીચે ખુલ્લી જમીન ઉપર મુકેલ મુદ્દામાલ ત્યાંથી કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી ભાગી છુટ્યો હતો. ચોરી અંગે પ્રશાંતભાઈ ખૈરે નાંએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ તારીખ 13/02/2024નાં રોજ કાકરાપાર પોલીસ મથકે ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500