Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Police Raid : છાપરામાંથી દારૂનો જથ્થો મળ્યો, દારૂ વેચનારને વોન્ટેડ જાહેર કરાયો

  • February 03, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : નિઝરના જુનાપીપલાસ ગામેથી કાચા છાપરામાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો, દારૂ વેચનાર ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો. મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ સ્ટાફના માણસો ગુરુવારના રોજ મોડી સાંજે નિઝર પોલીસ સ્ટેશનના બીટ નંબર-2ના વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીગમાં નીકળ્યા હતા.


તે દરમિયાન ફરતા ફરતા જુનાપીપલાસ ગામ પાસે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક ઈસમ ચોરી છુપીથી વિદેશી દારૂનું વેચાણ કરે છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યા પર પહોંચતા તાપી નદીના કિનારે કાચા છાપરામાં વિદેશી દારૂનું વેચાણ કરે છે જોકે પોલીસને સ્થળ ઉપર જોતા નીતિનભાઈ કિશનભાઇ નાયકા (રહે.પીપલાસ ગામ, કુકરમુંડા)નાનો સ્થળ ઉપરથી ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ પોલીસે સ્થળ પરથી એક સફેદ કલરના પ્લાસ્ટિકના મીણીયા થેલામાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની કુલ 127 નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 8,030/- હતી. બનાવ અંગે પોલીસે સ્થળ ઉપરથી ભાઈ છુટેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application