વ્યારા તાલુકાનાં ખૂટડીયા ગામથી જાગૃત નાગરિક એવા ગામનાં સરપંચ દ્વારા 181 હેલ્પ લાઇન પર કોલ આવ્યો હતો અને જણાવ્યું હતું કે, એક અજાણી મહિલા મળી આવેલ છે જેની મદદ માટે 181 હેલ્પલાઇનની જરૂર છે જેથી તાપી 181 મહિલા હેલ્પ લાઈન ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી મળી જઈ થર્ડ પાર્ટીને મળી હકીકત જાણી તો તેમણે જણાવેલ કે, સાંજનાં સમયથી આ અજાણી મહિલા અહીં આવી છે અને તેમની ભાષા સમજાતી નથી અને ઉપરથી વરસાદનું પણ મોસમ છે જેથી મદદ માંગી હતી. જયારે સ્થળ પર અજાણી મળી આવેલ મહિલાને મળી કાઉન્સેલિંગ કરેલ મહિલા મરાઠી ભાષા બોલતા હતા તેમજ આશરે 65 વર્ષની ઉંમર હતી તેમનું નામ સરનામું જણવા મળેલ નથી જેથી મળી આવેલ મહિલાને વ્યારા ખાતે જનરલ હોસ્પિટલમાં આવેલ સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવેલ છે આગળ કાર્યવાહી સખી વન સ્ટોપ દ્વારા થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application