ગાંધીનગરમાંથી ઝીકા વાયરસનો શંકાસ્પદ કેસ પણ સામે આવ્યો છે. 75 વર્ષિય વૃદ્ધની તબીયત લથડતા તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી. જે દરમ્યાન તબીબને શંકા જતા તેમના જરૂરી સેમ્પલ પરિક્ષણ માટે પૂનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ વખતે લગભગ દર મહિને વરસાદ પડયો છે. નવરાત્રીમાં પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે જેની સીધી અસર લોકોના સ્વાસ્થ પર પડી છે. વાયરલ બિમારીઓ વધી છે તો બીજીબાજુ મચ્છરજન્ય બિમારીઓના કેસ પણ દિવાળી શરૂ થઇ ગઇ હોવા છતા સામે આવી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે.
એટલુ જ નહીં, આ વખતે ડેન્ગ્યુ જીવલેણ પણ સાબિત થઇ રહ્યો છે. તો બીજીબાજુ ચિકનગુનીયામાં પણ શારીરિક પીડા-દુઃખાવો લાંબા સમય સુધી રહેવાની ફરિયાદ છે. ત્યારે મચ્છરથી ફેલાતા ઝીકા વાયરસનો કેસ ગાંધીનગર શહેરમાંથી મળી આવ્યો છે. ગાંધીનગર શહેરના સેક્ટર-૫માં રહેતા વૃદ્ધની તબીયત લથડતા તેમને સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા. જે દરમિયાન તબીબોને વૃદ્ધ દર્દીના લક્ષણો અલગ લાગતા તેમણે ઝીકા વાયરસના પરિક્ષણ માટે જરૂરી સેમ્પલ લેવડાવ્યા હતા અને તે પૂનાની લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. તેના રિપોર્ટના આધારે તમને ઝીકા વાયરસ પોઝિટિવ છે કે નહીં તેનો ખ્યાલ આવશે.જો કે, આ શંકાસ્પદ કેસને લઇને સ્થાનિક તંત્રને જાણ થતા તંત્ર દ્વારા જરૂરી પગલા ભરવામાં આવ્યા છે. યુગાંડા સહિતના ઘણા દેશોમાં આ ઝીકા વાયરસે અગાઉ હાહાકાર મચાવ્યો હતો જેના પગલે દક્ષિણ આફ્રિકા સહિતના દેશોમાં જતા પહેલા જરૂરી રસીકરણ પણ કરાવવામાં આવે છે. મચ્છરથી થતા આ ઝીકા વાયરસના કેસ સમગ્ર દેશમાં ખુબ જ જૂજ છે તે વચ્ચે ગાંધીનગરમાંથી શંકાસ્પદ કેસ મળી આવતા સમગ્ર રાજ્યના આરોગ્ય તંત્રએ આ કેસ અંગે ધ્યાન કેન્દ્રીત કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application