બારડોલી વ્યારા નેશનલ હાઇવે નંબર 53 પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતાં બાઈક પર સવાર દંપતી પૈકી પત્નીનું સારવાર દરમિયાન સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. મળતી માહિતી મુજબ, બારડોલી તાલુકાનાં જૂની કિકવાડ ખાતે રહેતા નીતિનભાઈ નવીનભાઈ ચૌધરી તેમની પત્ની હીનાબેન (ઉ.વ.29) સાથે બાઈક પર ઉવા ગયા હતા ત્યાંથી તેઓ કાપલીયા જઈ રહ્યા હતા.
તે સમયે હિંડોલીયા ગામ પાસે રસ્તો પાર કરતી વખતે વ્યારા તરફથી આવતી એક કારે તેમની બાઈકને ટક્કર મારતા બંનેને ગંભીર ઇજા થઇ હતી. જોકે સ્થાનિકોએ તાત્કાલિક બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાંથી હીનાબેનને વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું. અકસ્માત અંગે પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application