ચલથાણ ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર-48 ઉપર રેલવે ઓવર બ્રીજના ચડતા પહેલા છેડે સર્વિસ રોડ ઉપર એક મહીલાને પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, એલસીબી પોલીસ સ્ટાફનાં માણસો અલગ-અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, ચલથાણ ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર-48 ઉપર રેલવે ઓવર બ્રીજના ચડતા પહેલા છેડે સર્વિસ રોડ ઉપર એક મહીલા વિદેશી દારૂનો જથ્થો મીણીયાના પોટલાઓમાં ભરીને ઉભેલી છે.
તેમજ આ મહિલા ચલથાણ ખાતે રહેતી લીસ્ટેડ બુટલેગર નયનાબેન કાંતીભાઇ પટેલને આપનાર છે તેવી ચોક્કસ બાતમીના આધારેપોલીસ સ્થળ ઉપર જઈ ઉપર રેડ કરી મહીલા ગીતાબેન હીરાભાઈ પટેલ (રહે.મરોલી ગામ, વચલું ફળિયું, ગણદેવી) નાઓની અટકાયત કરી તેની પાસેથી વિદેશી દારૂની બાટલીઓ તથા ટીન બીયર મળી કુલ 332 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 29,600/- હતી.
આમ, પોલીસે ચલથાણની લિસ્ટેડ બુટલેગર નયના કાંતિલાલ પટેલને તેમજ દારૂ આપનાર મનીષભાઈ નાયકા (રહે.ઉડવાડા) નાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500