સુરતનાં કામરેજ તાલુકાનાં એક ગામ ખાતે શ્રમજીવી પરિવારની સગીરાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં ચકચાર મચી ગઈ હતી. જોકે સગીરાએ માતા પાસે મોબાઈલ ફોનની માંગણી કરી હતી. જે ના આપતા સગીરાએ ગળે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. બનાવ અંગે કામરેજ પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મળતી માહિતી મુજબ, હાલ કામરેજ તાલુકાના એક ગામે રહેતો પરિવાર સાફ સફાઈનું કામ કરી પોતાનું ગુજરાન ચાલવે છે.
જ્યાં તેમને ઘરમાં બે પુત્રીઓ છે અને જે પૈકી એક 14 વર્ષીય નાની સગીર વયની દીકરી કે જેણે માતા પાસે મોબાઈલ ફોનની માંગણી કરી હતી. માતાએ મોબાઈલ ફોન નહીં આપતા રૂમની અંદર જઈ 14 વર્ષીય સગીરાએ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ માતા-પિતા ભેગા થયા હતા અને પિતાએ કામરેજ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application