સુરત જિલ્લા SOGની ટીમે કડોદરા પોલીસ મથક વિસ્તારનાં વરેલી ગામેથી બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો હતો. જોકે પોલીસે તેની પાસેથી રૂપિયા 8,533/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવની વિગત એવિએ છે કે, સુરત જિલ્લા SOGની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, પલસાણા તાલુકાનાં વરેલી ગામે ગ્રામ પંચાયત ઓફીસની સામે કૃષ્ણ પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલ રામા ક્લિનિકમાં વિનોદકુમાર બ્રિજનંદન મિશ્રા ગુજરાત મેડિકલ જનરલ પ્રેક્ટિસ કરવાના લાઇસન્સ વગર મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યો છે.
જે બાતમીનાં આધારે પોલીસે તેને પકડી લીધો હતો. તેની પાસેથી મેડિકલ પ્રેક્ટિસ માટેનું કોઈ લાઇસન્સ મળી આવ્યું ન હતું. જોકે પકડાયેલો ડોક્ટર રામા ક્લિનિક નામથી દવાખાનું ચલાવી એલોપેથીકની અલગ અલગ પ્રકારની દવાઓ તથા મેડિકલ પ્રેક્ટિસના સાધન વગર ડિગ્રીએ તેમજ ઇન્ડિયન મેડિસિન કાઉન્સિલ અને ગુજરાત મેડિકલ કાઉન્સિલના નોંધણી પ્રમાણપત્ર વગર પ્રેક્ટિસ કરી મનુષ્યના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application