Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : દુકાનમાં ગાંજાનું વેચાણ કરનાર બે ઝડપાયા, એક વોન્ટેડ

  • February 05, 2023 

સુરત જીલ્લા SOG પોલીસનાં માણસોઓને બાતમી મળી હતી કે, કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલા વરેલી ગામની સીમમાં ગીતગોવિંદ સોસાયટી વિભાગ-1માં ગજાનન શર્માના ગોડાઉનની બાજુમાં આવેલી બંટી ભગવાનદાસ રાયની માલીકીની દુકાનમાં ગાંજાનો જથ્થો રાખેલો છે. ત્યાં છુટક કાગળના પડીકામાં ગાંજાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.





આ ચોક્કસ બાતમીનાં આધારે પોલીસે રેઈડ કરી દુકાનમાંથી કુલ 4.333 કીલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી રૂપિયા 43,330/-ની કિંમતની ગાંજો તેમજ રોકડ રમક અને મોબાઈલ મળી કુલ રૂપિયા 62,610/-ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી સ્થળ પરથી બંટી ભગવાનદાસ રાય અને સમશેર બસિર ખાનની અટકાય કરી હતી જયારે સુરતનાં ગાંજો આપનાર ઇસમને વોન્ટેડ જાહેર કરી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application