Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બગુમરા ગામે યુવક પર ચપ્પુ અને લાઠી વડે હુમલો કરી ફરાર થનાર આરોપી ઝડપાયા

  • December 21, 2022 

સુરત SOG શાખાનાં પોલીસ કર્મચારીઓ પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંમાં હતા. તે દરમિયાન SOG શાખાનાં ASI તથા તેમના સ્ટાફને સંયુક્ત રાહે બાતમી મળી હતી કે, પલસાણાનાં બગુમરા ગામે સુવર્ણ રેસીડેન્સી ખાતે રહેતા કરણ સોનવણે પર ચપ્પુ અને લાઠી વડે કરેલ હુમલા બાબતે પલસાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે જે ગુનાનો વોન્ટેડ આરોપી કુલદીપ ઉર્ફે કાલુ રાય નાનો જોળવા બસ સ્ટેન્ડ ખાતે ઉભેલ છે. જેણે પીળા કાળા કલરની ચેક્સ વાળુ શર્ટ તથા કાળા કલરનો જીન્સ પેન્ટ પહેરેલ છે જે ચોક્કસ બાતમીનાં આધારે આરોપીને ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પલસાણા પોસ્ટે ખાતે સોપવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application