સુરતનાં ઓલપાડ તાલુકાનાં એરથાણ ગામે મકાન ભાડે રાખી જુગાર રમી રહેલા જુગારીઓને પોલીસે ઝડપી પાડી રૂપિયા 2.11 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી કોસંબા પોલીસને સોંપી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, એલસીબી ટીમને ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઓલપાડ તાલુકાના એરથાણ ગામે આવેલા એલીફંટ વિલેજ સોસાયટીમાં મકાન નંબર A/51માં સાયણ ગામનો મહેશ તોમર બહારથી માણસોને બોલાવી ગંજીપાનાનો જુગાર રમાડી રહ્યો છે.
જે ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે રેડ કરતા 12 જુગારીઓ ઝડપાયા હતા. જયારે દેખરેખ રાખી રહેલા એક ઇસમ સહિત 13’ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એલસીબી ટીમે આ જુગારીઓ પાસેથી રોકડ, મોબાઈલ, જુગાર રમવાના સાધનો મળી કુલ 2.11 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે પોલીસે ઝડપી પાડેલ જુગારીઓના નામ જેમાં સુનિલ તોમર, સુફિયાન મહંમદ શાહ, વસીમસમદ શાહ, પ્રથમ પટેલ, કલ્પેશ પટેલ, કરમવીર રાજભર, રોનિક પટેલ, નિલેશ પટેલ, મનીષ પટેલ, તુલ્લું નરસુ પહન, મુકેશ તોમર અને રમેશ પાંડવ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500