મૂળ મહારાષ્ટ્રનાં અને હાલ સુરત શહેરમાં ગોડાદરા વિસ્તારમાં આવેલ પ્રિયંકા પાર્કનાં એપાર્ટમેન્ટનાં ફ્લેટ નંબર-151માં રહેતા બંસીલાલભાઈ ધોડકુભાઈ ભોઈ (ઉ.વ.65) નાઓ પોતાના પુત્ર પ્રમોદ અને પરિવાર સાથે રહેતા હતા તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમારીથી કંટાળેલા હતા તેમજ છેલ્લા ત્રણ દિવસથી તેઓ શરીરે ખજવાળ અનુભવતા હોવાથી તેઓ સારવાર માટે તારીખ 18 માર્ચનાં રોજ વહેલી સવારે પોતાના વતનમાં જવા માટે નીકળ્યા હતા. ‘હું ગામ જાવ છું’ એમ કહી ને નીકળેલા વૃદ્ધ બંસીલાલભાઈ કડોદરા ખાતે ઉતરી પોલીસ ચોકીની સામે બ્રિજ નીચે અવાવરુ જગ્યાએથી બંસીલાલભાઈએ એસિડ ગટગટાવી લઈ જમીન પર સુઈ ગયા હતા.
જયારે બે કલાક બાદ તબિયત લથડી જતા તેઓએ તેના પુત્રને ફોન કરી ‘હું એ એસિડ પી લીધું છે મને બચાવી લે’ એમ કહી ફોન મૂકી દીધો હતો. જોકે ગણતરીનાં મિનિટોમાં પુત્ર પ્રમોદ કડોદરા બ્રિજ નીચે આવી 108 એમ્બ્યુલન્સની મદદથી બંસીલાલભાઈને નવી સિવિલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ટૂંકી સારવાર બાદ મોડી સાંજે 5 વાગ્યે તેઓનું મોત નીપજ્યું હતુ. ઘટના અંગે તબીબે કડોદરા પોલીસ મથકનાં જાણ કરતા કડોદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application