મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : સોનગઢ બસ સ્ટેશન પાસેથી જાહેરમાં પોલીસે બાતમીનાં આધારે 3 ઈસમોને વિદેશી દારૂનાં જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા, જયારે 2 ઈસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસો શનિવારનાં રોજ સોનગઢ પોલીસ સ્ટેશન ઉપર પ્રોહી. ગુનાની વોચમાં હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, સોનગઢ બસ સ્ટેશન ઉપર 3 ઈસમો કાળા કલરની હેન્ડમાં પ્રોહી. મુદ્દામાલ જથ્થો ભરી સુરત તરફ જનાર છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બસ સ્ટેશન ઉપર છુટા છવાયા વોચમાં હતા. તે દરમિયાન 3 ઈસમો કાળા કલરની હેન્ડ બેગ લઈ બેગ લઈ બસ સ્ટેશનમાં આવી સુરત તરફ જતી બસની રાહ જોઈ ઉભા હતા.
તે સમયે પોલીસે ત્રણેય ઈસમોને કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ પોલીસે ત્રણેયના નામ પૂછતા, 1.દિલીપભાઈ લાછીયાભાઈ માવચી (ઉ.વ.32, રહે.ખેકડા ગામ, ગોકુલ ફળિયું, તા.નવાપુર જિ.નંદુરબાર), 2.વસંજીભાઈ ઢુડીયાભાઈ માવાચી (ઉ.વ.45, રહે.ખેકડા ગામ, ગોકુલ ફળિયું, તા.નવાપુર જિ.નંદુરબાર) અને 3.વિપુલભાઈ જાલમસિંગભાઈ માવચી (ઉ.વ.24, રહે.ઝામણઝર ગામ, દાદરી ફળિયું, તા.નવાપુર, જિ.નંદુરબાર)નાં હોવાનું જણાવ્યું હતું.
જોકે પોલીસ તપાસ હાથ ધરતા તેમના કબ્જામાંથી વગર પાસ પરમીટે ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ નંગ-24 બોટલો મળી આવી હતી અને પોલીસે વધુ પૂછપરચ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ પ્રોહી.મુદામાલ એમ.ડી.વાઈન શોપમાંથી એક અજાણ્યા ઈસમે પૂરો પડ્યો હતો અને મંગાવનાર બારડોલીનો કોન્યો જેના પુરા નામની ખબર નથી જેથી આ ગુના બાબતે બંનેને વોન્ટેડ જાહેર કર્યા હતા.
આમ, પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને 1 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 35,500/-નો મુદામાલ કબ્જે કરી ઝડપાયેલ 3 ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે 2 ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500