Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Theft : દુકાનનાં તાળા તોડી રોકડ રૂપિયા 4.10 લાખની ચોરી, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

  • March 09, 2023 

સુરત શહેરનાં ખટોદરા કેનાલ રોડ સ્થિત સોમા કાનજીની વાડીમાં હનુમાન ફેબ્રીક્સ એન્ડ કટપીસ ફેકટરી આઉટલેટ નામે લેડીસ ગારમેન્ટની દુકાનમાં હોળીની રાતે ત્રાટકેલા તસ્કરો દરવાજાનાં તાળા તોડી રોકડા રૂપિયા 4.10 લાખની ચોરી ભાગી જતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી. મળતી માહિતી મુજબ, મગોબ ગામ સી.એન.જી સ્ટેશન નજીક રૂદ્રમણી એપાર્ટમેન્ટમાં રહેતા પુરણસીંગ રમેશકુમાર રાજપુરોહીત (ઉ.વ. 36) ખટોદરા કેનાલ રોડ આઇ.એન.એસ હોસ્પિટલની બાજુમાં સોમા કાનજીની વાડીમાં હનુમાન ફેબ્રીક્સ એન્ડ કટપીસ ફેકટરી આઉટલેટ નામે લેડીસ ગારમેન્ટનો ધંધો કરે છે.







જોકે ગત 6 માર્ચે રાતે 8 વાગ્યે 10 કારીગર અને એકાઉન્ટન્ટ સહિતનો સ્ટાફ દુકાન બંધ કરી ઘરે જવા નીકળ્યા હતા અને ત્યારબાદ હોળી-ધુળેટીનો તહેવાર હોવાથી 7 અને 8 માર્ચે દુકાન બંધ હતી. પરંતુ હોળીની રાતે તસ્કરોએ દુકાનની ઉપરના શેડના પતરા વાંકા વાળી નાંખ્યા હતા ઉપરાંત દુકાનના આગળ-પાછળના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશી સરસામાન વેરવિખેર કરી પુરણસીંગની ઓફિસના ટેબલના ડ્રોઅરમાં મુકેલા ધંધાના રોકડા રૂપિયા 4.10 લાખ ચોરી ગયા હતા. બનાવ અંગે ખટોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application