કાપોદ્રાનો 22 વર્ષીય જૈનીશ નીતિન પરમાર બુધવારે રાત્રે બાઈક લઈ કાપોદ્રા બ્રિજ પર પહોંચ્યો હતો અને બ્રિજ પરથી તાપીમાં પડતું મૂક્યું હતું. તાપીમાં કુદકો મારતા જૈનીશનાં હાથમાં બ્રિજનો પિલરનો ભાગ આવી જતા તેણે તે પકડી રાખ્યો હતો અને પંદરથી વીસ ફુટ પાણીમાં તે લટકી રહ્યો હતો. જોકે રાહદારીએ જાણ કરતા ફાયર ઓફિસર ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. ફાયર ઓફિસરે રીંગબોયો બ્રિજની જાળીમાંથી નીચે ફેંક્યો હતો અને બે ફાયર કર્મીઓને બ્રિજની નીચેની તરફ મોકલી જૈનીશને બચાવીને બહાર લઈ આવ્યા હતા તેમજ સારવાર માટે નજીકની હોસ્પિટલ મોકલી આપ્યો હતો. બનાવની જાણ થતા કાપોદ્રા પોલીસ પણ હોસ્પિટલ દોડી ગઈ હતી. જૈનિશ પરમારે કામધંધો મળતો ન હોવાના કારણે તાપી નદીમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application