પલસાણા તાલુકાનાં તાંતીથૈયા ગામે પ્રથમ પાર્ક ખાતે રહેતા એક પરપ્રાંતીય પરિવારની 14 વર્ષીય દીકરી ગત ડીસ્મેબર મહિનાની ગત તા.1નાં રોજ પોતાનો બદ ઈરાદો પૂરો પાડવા માટે અપહરણ કરી ગયા હોવાની ફરિયાદ 14 ડિસેમ્બરનાં રોજ માતાએ કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી જોકે હાલ રેન્જ આઈ.જી.સાહેબ અને જિલ્લા પોલીસ વડાનાં આદેશથી મિસિંગ બાળકોને શોધવાની ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જે અંતર્ગત વિભાગીય વડા અને કડોદરા પી.આઈ.નાં નેતૃત્વમાં મિસિંગ સેલની રચમાં કરવામાં આવી હતી. જે અંતર્ગત કડોદરા પી.આઈ.ને મળેલી બાતમી આધારે ગુમ સગીરાને ચલથાણ રેલવે ફાટક નજીકથી શોધી કાઢી ગુનાનો ઉકેલ આણ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application